________________
૧૮૬
કાન કઠિયારે પ્રકાશ બધે પડે છે ને બધું રૂડું રૂપાળું દેખાય છે.. એવામાં કાનાની નજર પાસેની મહેલાતમાં ગઈ. ત્યાં એક રૂપનો ભંડાર સુંદરી ઉભી હતી. એમાં વળી સાંજનું તેજ પડતું હતું. તેને જોતાં જ કાને ચમ. નીચે ઉભો રહી એકી ટસે જોવા લાગ્યું. ગોખમાં ઉભી રહેનાર નગરની પ્રખ્યાત વેશ્યા કામલતા હતી. તેણે નીચું જોયું તે રૂપિયાની થેલી લઈને કાનાને ઉભેલા જોયે, એટલે તરતજ એક દાસીને નીચે મોકલી. દાસીએ આવીને મધુર કઠે કહ્યું : પધારો અંદર. મારી બાઈ તમારી રાહ જુએ છે. આવો અવાજ, આવું માન કાનાને કઈ દિવસ મળ્યું ન હતું. તે હરખઘેલે થઈ ગયે. કાંઈ પણ બોલ્યા વિના તેની પાછળ ગયે.
અંદર ગાનતાન ચાલી રહ્યા છે. અનેક જુવાન વેશ્યાઓ નારંગ કરી રહી છે. આ જોઈ કાનાની મરી ગયેલી ઈચ્છાઓ તાજી થઈ. તેને પણ આજે આનંદ કરવાનું મન થયું. એટલે થેલી કામલતાના હાથમાં મૂકી. કામલતાએ તેને હાથ પકડી પાસેના આસન પર બેસાડે. કાનાને લાગ્યું કે તે જાણે સ્વર્ગમાં આવે છે. પછી વેશ્યાએ હજામને બોલાવી કાનાની સરસ હજામત કરાવી. પિતાને ત્યાં સુંદર કપડાં પડેલાં હતાં તે પહેરાવ્યાં અને મેવા મીઠાઈ જમાડી તાજો કર્યો. પછી સુવાનો સમય થે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com