________________
૧૮૫
કાન કઠિયારો શેઠ બહાર આવ્યા. વિચારમાં પડયા આ સુગંધ શેની? જુએ તે બાવનાચંદની ભારી. તે બોલ્યાઃ અરે ચંપક ! કઠિયારાને પાછો લાવ. ચંપકે કઠિયારાને પાછા બોલા.
પછી શેઠે ચંપકને પૂછયું : તેં આને શું પસા આપ્યા ? ચંપક કહે, મેં બહુએ રકઝક કરી કે છ પૈસા લે પણ તે કરગર્યો એટલે બે આના આપ્યા. શ્રીપતિ કહે, વાહ તેં એને બેડે પાર કરી નાખે. અરે ભાઈ ! આપણે કેઈનું અણહકનું ન જોઈએ. એ તે લાગે છે ચંદનની ભારી. અને તેમાં ઉંચામાં ઉંચું ચંદન. જા. મુનિમ પાસેથી પાંચસની થેલી લાવ. કઠિત્યારે તે આભો જ બની ગયે. શેઠે કાનાને પાંચસેની થેલી આપી.
પાંચ રૂપિયા કેટલા બધા ! મેં તો સ્વને પણ નહતું ધાર્યું કે આટલું ધન મળશે. હું તે ધારતો હતો કે રહી સહી ઝુંપડીએ ગઈ એટલે નશીબને કેપ છે. પણ તેવું કાંઈ નથી. વાહ! આખરે નસીબે જોર કર્યું ખરૂં. આમ વિચાર કરતો કરતો તે પસાર થાય છે. સાંજ હોવાથી આકાશમાં રંગબેરંગી વાદળાં થયા છે. એ વાદળાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com