________________
કાન કઠિયારે કાને બહુ ગરીબ, લાકડાં કાપીને તે ગુજરાન ચલાવતો. એટલે કહેવાતે કઠિયારે.
તેને પહેરવાને પુરતાં કપડાં નહિ. એક ચિદ થીગડાંવાળો ચરણે ને માથે ફાટેલું ફળીયું એ એને પિશાક. સવાર પડે એટલે ખભે નાખે કુહાડે ને જાય જંગલમાં. ત્યાં દિવસ ભર મહેનત કરીને લાકડાં કાપે. તેને ભારો બાંધીને સાંજ ગામમાં આવે. એને વેચતાં જે કાંઈ પૈસા મળે તેની ભારબાજરી લાવે તેનાથી પિતાને પેટપૂજા કરે.
એક વખત ઉનાળાને દિવસ છે. ધેમ ખુબ ધખી છે. લુવાળ પવન વાય છે. બધા પ્રાણી આ વખતે ઠંડક શોધે છે. પિતાના મહેલમાં કે લતાકુંજમાં. પશુ પંખીઓ ને ગેવાઝાડની શીળી છાયમાં.
પણ કાનાને એ નિરાંત નથી, એ શાંતિ નથી. એ તે લાકડાની શોધમાં ફરે છે. મનમાં વિચાર કરે છે. અહે! નસીબની બલિહારી છે. નહિતર મને પશુ પંખી જેટલાય, આરામ ન મળે ! મારા જે કોણ હોય કે આવા સપ્ત તાપમાં પેટ ભરવા રખડે ! એવામાં ધખધખતી રેતી પર કોઈ મુનિરાજને ઉભેલા જોયા, ઉઘાડા પગ ને ઉઘાડું માથું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com