________________
૧૭૪
ચંદન મલયાગિરિ
વણઝારાને આ બાળકોની દયા આવી એટલે તેણે કહ્યું તમે મારી સાથે રહેજે ને મજા કરજો.
સાયર તથા નીર વણઝારાની સાથે રહી આનંદ કરે છે. તેઓ ત્યાં બધી જાતનાં હથિયાર વાપરતાં શિખ્યા ને થોડા વરસમાં તેમાં પારંગત થયા.
ચંદન રાજા નદીમાં તણાતાં બીજે દિવસે સવારે કિનારે નીકળ્યા ત્યાંથી થોડું ચાલતાંજ એક ગામ આવ્યું. ને ત્યાં જઈને એક ઘરના ઓટલે વિસામો લેવા બેઠાં. તે નસીબની વિચિત્ર ગતિને વિચાર કરે છેઃ કહાં ચંદન, કહાં મલયાગિરિ, કહાં સાયર, કહાં નીર, જ્યમ જ્યમ પડે વિપડી, ત્યાં ત્યમ સહે શરીર.
વહાલી રાણી મલયાગિરિ ને પિતાનાં બે બાલુડાં તેની આંખ આગળથી ખસતાં નથી. તેનું હૃદય દુઃખથી ચીરાય છે. એવામાં ઘરધણિઆણું બારણું ઉઘાડી બહાર આવી. ત્યાં આ સ્વરૂપવાન પુરૂષને ઉદાસીન જે. તરતજ તે બેલીઃ અરે મુસાફર ! અંદર આવો. આમ ચિંતામાં શા માટે પડયા છો ? આ ઘર તમારૂં જ જાણે. એમ કહી તે ચંદન રાજાને અંદર લઈ ગઈ. ત્યાં એક આસન પર બેસાડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com