________________
ચંદન મલયાગિરિ
૧૭૫
દાતણ પાણી કરાવ્યાં. પછી સ્નાન કરાવ્યુંને સુંદર ભેાજન જમાડયાં.
પછી રાત વખતે ધરધણિયાણી ચંદન રાજા પાસે આવી કહેવા લાગી: અરે મુસાફર ! મારી સાથે આનંદ કરો. ચંદન રાજા કહે, ખાઈ આ શું બોલે છે ! પરી મારે માત સમાન છે. મારાથી એમ કદી નહિજ બને. તે સ્રીએ ચંદન રાજાને ધણું ધણું સમજાવ્યા પણ તે સ્કુલ નજ થયા. એટલે તે નિરાશ થઇને પાછી ગઈ. ચંદન રાજા સમજી ગયા કે હવે આ ધરમાં ધડી પણ રહેવું ઠીક નથી એટલે રાત્રેજ તે ધરમાંથી બહાર નીકળી ગયા. બીજ દિવસે સાંજ સુધી તેમણે ચાલ્યાજ કર્યું. દુઃખ સહન કરી કરીને તેમનું શરીર હવે કસાચું છે એટલે થાકને ગણકારતા નથી. સાંજ સમયે તે ચંપાપુરી નામના નગર આગળ આવ્યા.
અહીં એક બનાવ બન્યો. બરાબર એજ રાતે તે નગરના વાંઝિયા રાજા મરણ પામ્યા. નગરજને વિચાર કરવા લાગ્યાઃ કાને આ ગાદી આપવી ! ધણા ધણાના નામ સૂચવાયા પણ કાઈ હૈયે ન બેઠું. એટલે છેવટે નિર્ણય કર્યો કે પ્રભાતમાં હાથીને કળશ આપી છેડી મૂકા, જેના ઉપર તે કળશ ઢાળે તે આપણા રાજા.
પ્રભાત થયું એટલે હાથીને કળશ આપીને છુટા મૂકયા. નગરજનાનાં ટાળેટાળાં આતુરતાથી જોવા લાગ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com