________________
૧૭૬
ચંદન મલયાગિરિ
કે કાના માથે કળશ ઢળે છે. હાથી ચાલતાં ચાલતાં જ્યાં ચંદનરાજા ઉભા હતા ત્યાં આવ્યા અને કળશ તેમના માથે ઢાળ્યેા. ચિંથરેહાલ હાલતમાં પણ ચદનરાજાના મુખને પ્રભાવ પડતા હતા એટલે નગરજના તેમને રાજ્ય મળેલુ' જોઇ ખુશી થયા. ખુબ ઠાઠમાઠથી તેમના રાજ્યાભિપેક થયે.
ચદનરાજા પ્રજાને સારી રીતે પાળે છે અને તેમના સુખના વિચાર કરે છે. તેમને સુખની બધી સામગ્રી મળી છે પણ સુખ લાગતું નથી. તેમને તે વ્હાલી રાણી મલયાગિરિ તથા પ્રિય પુત્રો સાયર અને નીરને વિજોગ સાલ્યાજ કરે છે.
: ૭ :
સાયર ને નીર વણઝારાને ત્યાં રહેતાં જુવાનજોધ થયા છે. તેમણે હવે વિચાર કર્યો: ચાલો આપણે અહીંથી છુટા પડીએ અને આપણું નશીબ અજમાવીએ. તે વણઝારાની રજા લઇ ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે ચંપાપુરી ગયા. ત્યાં રાજદરબારે જઈ રાજાને પ્રણામ કર્યાં. રાજા તેમને આળખતા નથી તેએ રાજાને આળખતા નથી.. તેઓને છુટા પડયા આજે બાર બાર વર્ષનાં વ્હાણાં વહી ગયાં છે. રાજાએ આ બે જીવાનેાને પૂછ્યું: અરે જીવાના ! તમારૂ અહી' આવવું કેમ થયું છે ? સાયર ને નીર ખનેએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com