________________
૧૭૨
ચંદન મલયાગિરિ પહોંચ્યા. ત્યાં ઝાડ પર ઝાડ ને ખડક ઝરણાને પાર નહિ. ભયંકર તેની ગુફાઓમાંથી જંગલી જાનવરોના અવાજ થાય ને કાળજાં ફફડી ઉઠે.
ચંદન રાજા આ જંગલ પસાર કરીને કઈ ગામ આવે તો ત્યાં જવા ઈચ્છે છે. પણ ગામ આવતું નથી. જંગલમાં ભટક્તાં ભટકતાં સાંજ ટાંણે તે એક ધોધમાર નદીના કિનારે આવ્યા.
આ નદી પાર કરવી એટલે જીવનું જોખમ. પણ ચંદન રાજાની છાતી દુઃખ સહન કરી કરીને ખુબ કઠણ બની છે. એટલે તેમણે તે નદી પાર કરીને સામે જવાને વિચાર કર્યો.
પણ સાયર તથા નીરને સામે પાર કઈ રીતે લઈ જવા ? તેઓ જાતે તે આ નદી ઉતરી શકે નહિ એટલે તેમણે તેઓને ખભે બેસાડીને પાર કરવા વિચાર કર્યો. શું સાહસ !
તે બોલ્યા બેટા સાયર ! નીરને ખભે બેસાડી હું નદી પાર કરું છું. તું આ ઝાડની ડાળીએ ચડી જ. સાંજનો વખત છે એટલે એકલા નીચે ઉભા ન રહેવું. પિતાની આજ્ઞા મળતાં સાયર ઝાડે ચડ ને ચંદનરાજા નીરને ખભે બેસાડી નદી પાર કરવા લાગ્યા. અહા શું નદીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com