________________
ચંદન મલયાગિરે
૧૭૧, - હવે ચંદન રાજાએ વિચાર કર્યો જરૂર આજે કાંઈ ખરાબ બનાવ બન્યું નહિતર મલયાગિરિ ઘેર આવ્યા વિના રહે નહિ. તેમણે બાળકને ધીરેથી નીચે સુવાડ્યા ને નગરની બજારમાં શોધવા નીકળ્યા. આખા નગરની બજારો ને ગલી કૂંચીઓ ફરી વળ્યા પણ મલયાગિરિ ક્યાંઈ ન દેખાઈ. રાજાને અત્યંત દુઃખ થયું. હવે કરવું શું? મારા હૈયાના હાર જેવી રાણીને વિજેહવે શી રીતે સહન કરીશ એમ વિચાર કરતાં તેની આંખમાંથી આંસુ ટપક્યાં. સવાર થતાં તે પિતાની ઝુંપડીએ પાછો ફર્યો.
તેને હવે મલયાગિરિ વિના આ ઝુંપડી મશાન જેવી લાગે છે. તેના બાળકે આખો દિવસ રડયા કરે છે. ચંદન રાજાએ વિચાર કર્યો. ગમે તેમ થાય પણ હું મલયાગિરિને શોધી જ કાઢીશ. બીજા દિવસે તે પિતાના બંને બાળકને લઈ કુસુમપુરમાંથી નીકળી ગયે.
તે જંગલમાં ભટકે છે. પહાડની ગુફાઓમાં આથડે છે. વગડે વગડે ને ગામડે ગામડે તપાસ કરે છે. પણ ક્યાંઈ મલયાગિરિને પત્તો મળતું નથી. જંગલનાં ફળફુલ તોડી લાવે છે તે બાળકેને ખવડાવે છે ને પોતે ખાય છે.
આમ કરતાં એક દિવસ તે ઘોર જંગલમાં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com