________________
ચંદન મલયાગિરિ
૧૬૪
રાજા તથા તેના સિપાઈઓ બહાદુરીથી લડયા પણ ટકી શક્યા નહિ. થેડી વારમાં શત્રુઓ નગરના દરવાજા ઉઘાડી અંદર ધસ્યા. એટલે ચંદનરાજા તથા તેનું લકર જીવ બચાવવા નાઠું.
ચંદનરાજા જલદી રાજમહેલમાં આવ્યા ને પોતાની રાણી મલયાગિરિ તથા બંને પુત્ર સાયર અને નીરને લઈને નાઠા. મહા મુશીબતે શત્રુની નજર ચુકવી તેઓ નગર બહાર નીકળી ગયા.
: ૨ :
નદીનાળાં ને બિહામણાં જંગલ પસાર કરતાં તેઓ દૂરદૂર ચાલ્યા જાય છે. રસ્તામાં કટાકાંકરાં આવે છે ને પગે લેહીની ધારે થાય છે જાળા જાંખરાં આવે છે ને વરે બધાં ચિરાઈ જાય છે. ભૂખ તે કકડીને લાગી છે. થાકથી શરીર પણ હવે કહ્યું કરતાં નથી. એટલે રાણીએ કહ્યું સ્વામીનાથ ! હવે શત્રુને ભય નથી. માટે પાસેના શહેરમાં અટકીએ. આ હાલતમાં આપણાથી આગળ નહિ જવાય. ચંદન કહે. પ્રિયા ! તારું કહેવું બરાબર છે. આપણે એજ નગરમાં ભીશું શુને આપ નશીબ અજમાવીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com