________________
ચંદન મલયાગિરિ
૧૯૫ સાંજ ટાણે અહીં આવે છે ને એક બીજાને મળી આનંદ પામે છે. ધીમે ધીમે તેઓ પહેલોનું દુઃખ ભૂલવા લાગ્યા છે ને આવી પડેલી સ્થિતિમાં આનંદ માનવાનું શિખતા જાય છે. સમજુ માણસો ગમે તેવી હાલતને શેક કરતા નથી. આવેલી હાલત શાંતિથી સહન કરી તેમાંથી આગળ વધવાને માર્ગ શોધે છે.
: ૩ ?
એક વખત મેટે એક સોદાગર આવ્યો. તેની વણઝારમાં સેંકડે ગાડાં ને સેંકડો પિઠિયા. સેંકડો ઘોડાં ને સેંકડે ઉંટ. તેમના પર જુદી જુદી જાતનાં કરિયાણાં. આ માલ ખપાવવા તેણે નગર બહાર મુકામ કર્યો.
થોડી વારમાં ત્યાં ડેરાતંબુ ઠોકાયાં ને બજારો શરૂ થઈ. ગામમાંથી નાના મોટા વેપારીઓ આવવા લાગ્યા ને સદા ચાલુ થયા.
મલયાગિરિને આ વાતની જાણ થતાં તે ચંદન રાજા આગળ આવીને કહેવા લાગી. સ્વામીનાથ ! નગર બહાર મેટી એક વણઝાર આવી છે. જે આપની આશા હોય તે હું ત્યાં જઈ ને લાકડાની બારીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com