________________
૧૬૪
ચંદન, મલયાગિરિ થોડીવારે તેઓ કનકપુર નામે મોટા શહેરમાં આવ્યા. ગમે તેવી હાલતમાં પણ કુળવાન માણસ ભીખ માગીને ખાય નહિ એટલે તેઓ કામ શોધવા બજારમાં નીકળ્યા.
બજારમાં ફરતાં ફરતાં તેઓ એક શેઠની દુકાન. આગળ આવ્યા. લાખ રૂપિયાને તેને વેપાર ચાલે છે. ઘેર નોકરચાકર ને વાણેતરગુમાતાને પાર નથી. રાજાએ વિચાર કર્યો. આ શેઠને ત્યાં મને જરૂર કામ મળશે એટલે જઈને તેને જુહાર . શેઠે પૂછ્યું ભાઈ કેમ આવવું થયું છે? રાજાએ કહ્યું અમે પરદેશી મુસાફરે છીએ અને નોકરીની શોધમાં આવ્યા છીએ. જે નેકરી મળે તે અહીં રહેવા વિચાર છે. શેઠે કહ્યું ભલે તમારે
કરીની જરૂર હોય તે હું નેકરી આપીશ એમ કહી રાજાને તેણે પિતાના મંદિરમાં પૂજા કરવાનું કામ સોપ્યું. રાણુંને વાસણ માંજવાનું કામ આપ્યું. અને બંને બાળકને ઢોર ચારવાનું કામ આપ્યું. સમયને માન આપી રાજકુટુંબે આ કામ વધાવી લીધું.
તેઓએ ગામ બહાર નદી કિનારે એક સુંદર કપડી બાંધી છે આખો દિવસ કામ કરી ચારે જણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com