________________
ચંદન મલયાગિરિ
: ૧ :
કુસુમપુર ઉપર આજે જખરા શત્રુની એકાએક ચઢાઇ આવે છે. આવા સમાચાર મળતાં ત્યાંના પ્રજાપાળક રાજા ચંદન તેનેા સામને કરવાની તૈયારી કરે છે. નગરના દરવાજા બંધ થયા. લશ્કરી નાખતા ગડગડવા લાગી. તરતજ સૈનિકાનાં ટાળટાળાં દેડનાં આવવા લાગ્યા. થોડી વારમાં નગરના કાટ સૈનિક્રાથી ઉભરાઈ ગયા,
શત્રુનું જબરદસ્ત લશ્કર પૂરપાટ ધસ્યું આવે છે. આકાશ આખુ ધુળથી છવાઇ ગયું છે. એટલે કાઇ સમજી શક્યું નથી કે લશ્કર કેટલુ' છે. દુશ્મને નજીક આવતાંજ બંને તરફથી ખાણાના વરસાદ વરસવા લાગ્યા. યાદ્દાઓ સામસામી બૂમા પાડે છે. ધાડા જોરથી હણે છે. ઉંટ ઊંચા સાદે ગાંગરે છે. હાથીઆ કાન ફાડી નાખે એવી ગર્જના કરે છે.
ઘેાડી વારમાં શત્રુનું લશ્કર કેટની રીંગ આગળ આવ્યું ને ખુનખાર લડાઇ જામી. આ લડાઈમાં ચંદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com