________________
૧૬૦
સતી મયણરેહા ચંદ્રયશાનું લકર દેખાયું. પણ આશ્ચર્ય ! કોઈની પાસે હથિયાર નહિ. ચંદ્રયશા સહુથી મોખરે હતો. તે નિમિરાજની છાવણીમાં આવે. નમિરાજને ખાત્રી થઈ કે મારે આ માજ ભાઈ છે. નહિતર આમ કેમ આવે ! કુદરતી રીતે જ તેને પ્રેમ થય ને તે પણ સામે દેડ. બંને ભાઈઓ પ્રેમથી ભેટી પડ્યા. લશ્કર આખું અચંબો પામ્યું. બધી હકીકત જાણીને વધારે અચંબો પામ્યું.
નમિરાજની ગાજતે વાજતે સુદર્શનપુરમાં પધરામણી થઈ. સુત્રતા સાધ્વીની શુભ ભાવના ફળી. સાચી અહિંસાનું પરિણામ ફળ્યા વિના કેમ રહે !
ચંદ્રયશાને સાધ્વીજને સમાગમ વળે. એટલે વૈરાગ્ય ઉત્પન્ન થયે અને દીક્ષા લેવાનું મન થયું. તેમણે નમિરાજને ગાદી સોંપી ને દીક્ષા લીધી.
નમિરાજનું રાજ્ય ખુબ વધ્યું. પણ ત્યાર પછી થોડા વખતમાં તેમને બળતરીયે તાવ થે. આ તાવની શાંતિ કરવા તેમની સ્ત્રી ચંદન ઘસી ઘસીને ચોપડવા લાગી. ચંદનથી શાંતિ થઈ પણ તે ઘસતાં સ્ત્રીઓના કંકણને ખુબ ખડખડાટ થયો. આ તેમનાથી ન ખમાયું. પટરાણીએ જેયું રાજાથી આ ગરબડ ખમાતી નથી એટલે કહ્યું: બધા અકેક કંકણ રાખો ને ચંદન ઘસે.
બધાએ તેમ કર્યું. એટલે અવાજ બંધ થઈ ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com