________________
૧૬૧
સતી મયણરેહા નમિરાજને શાંતિ થઈ. તે જ ક્ષણે વિચાર થયે. અહા ! એક કંકણ હોય તો કેવી શાંતિ રહે છે ! ખરેખર વધારેમાંજ દુઃખ છે. મનુષ્ય પણ બધાની ધમાલ છોડી પિતાના એક આત્મભાવે રહે તો કેટલી શાંતિ મળે ! ખરેખર ત્યાગ અને એકલભાવ એજ ધર્મ છે. હું તેનું આરાધન કરૂં ને સુખ પામું. આ વિચાર કરી તે સાજા થયા એટલે તરત દીક્ષા લીધી.
આ રાજર્ષિ નિમિરાજને વૈરાગ્ય અદ્દભુત હતે. તેમની દેવે કેવી રીતે પરીક્ષા કરી અને તેમાંથી તે કેવી રીતે પસાર થયા તેની હકીકત ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં આપેલી છે. પવિત્ર જીવન ગાળતાં તેમને મોક્ષ થયે. ચંદ્રયશા પણ પવિત્ર જીવનથી મેક્ષ પામ્યા. સાધ્વી સુત્રતા પણ તપત્યાગથી પૂરા પવિત્ર થયા ને નિર્વાણ પામ્યા.
ધન્ય છે પતિને ધર્મ પમાડનાર મહાસતી મયણરેહાને! ધન્ય છે આત્મ કલ્યાણ સાધનારી પવિત્ર આર્યાઓને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com