________________
ચંદન મલયાગિરિ
વેચું. તેનું ઘણું મુલ્ય ઉપજશે. રાજા કહે, ભલે તમને ઠીક લાગે તેમ કરો. ' રાણી મલયાગિરિ જંગલમાં ગઈ. લાકડાં વીણા. ભારી બાંધી અને સોદાગરની બજારમાં આવી. મધુર કંઠે પિતાનાં લાકડાં વેચવા લાગી.
સદાગરને મલયાગિરિનો મધુર અવાજ કાને પડે. તરતજ તેણે પોતાના માણસોને પૂછ્યું કોયલના ટહૂકાર જેવો આ કેને અવાજ છે ? તેના માણસોએ કહ્યું સ્વામીએક કઠિયારણ ભારે વેચે છે તેને એ અવાજ છે. આ સાંભળી સેદાગર બોલી ઉઠઃ જાવ, એ કઠિયારણને અહીં બોલાવી લો. તરતજ તેના માણસો દોડયા ને કઠિયારણ પાસે આવી બેલ્યા અરે બાઈ! તારે લાકડાંનાં પૈસા ઉપજાવવા હેય તે આગળ જા. મોટા શેઠ બેઠા છે ત્યાં સારું મૂલ્ય ઉપજશે.”
મલયાગિરિ આ સાંભળી પિતાને ભારે માથે મુકી સોદાગરના તંબુ તરફ આવી. છેટેથી તેને આવતાં જોઈને જ સોદાગર મેહી પડે. અહા શું રૂપ છેને !' એની ચાલ ! એને અંગમરોડ ! ખરેખર આ સ્ત્રીને હું મારી પાસે જ રાખીશ. આમ વિચાર કરી તેણે નોકરને ચાલ્યા જવાનું કહ્યું. નોકરે ચાલ્યા ગયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com