SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સતી મયણરેહા ચંદ્રયશાનું લકર દેખાયું. પણ આશ્ચર્ય ! કોઈની પાસે હથિયાર નહિ. ચંદ્રયશા સહુથી મોખરે હતો. તે નિમિરાજની છાવણીમાં આવે. નમિરાજને ખાત્રી થઈ કે મારે આ માજ ભાઈ છે. નહિતર આમ કેમ આવે ! કુદરતી રીતે જ તેને પ્રેમ થય ને તે પણ સામે દેડ. બંને ભાઈઓ પ્રેમથી ભેટી પડ્યા. લશ્કર આખું અચંબો પામ્યું. બધી હકીકત જાણીને વધારે અચંબો પામ્યું. નમિરાજની ગાજતે વાજતે સુદર્શનપુરમાં પધરામણી થઈ. સુત્રતા સાધ્વીની શુભ ભાવના ફળી. સાચી અહિંસાનું પરિણામ ફળ્યા વિના કેમ રહે ! ચંદ્રયશાને સાધ્વીજને સમાગમ વળે. એટલે વૈરાગ્ય ઉત્પન્ન થયે અને દીક્ષા લેવાનું મન થયું. તેમણે નમિરાજને ગાદી સોંપી ને દીક્ષા લીધી. નમિરાજનું રાજ્ય ખુબ વધ્યું. પણ ત્યાર પછી થોડા વખતમાં તેમને બળતરીયે તાવ થે. આ તાવની શાંતિ કરવા તેમની સ્ત્રી ચંદન ઘસી ઘસીને ચોપડવા લાગી. ચંદનથી શાંતિ થઈ પણ તે ઘસતાં સ્ત્રીઓના કંકણને ખુબ ખડખડાટ થયો. આ તેમનાથી ન ખમાયું. પટરાણીએ જેયું રાજાથી આ ગરબડ ખમાતી નથી એટલે કહ્યું: બધા અકેક કંકણ રાખો ને ચંદન ઘસે. બધાએ તેમ કર્યું. એટલે અવાજ બંધ થઈ ગયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy