________________
૧૫૪
સતી મયણુરેહા
હૈ સુંદરી ! તું વૈતાઢય પર્વત પર છે.મણિચુડના પુત્ર મણિપ્રભુ વિદ્યાધરની રાજધાનીમાં છે. તારા પુત્રના શાક ન કર. તેની હકીકત મારી વિદ્યાથી તને કહું છું. મિથિલાના પદ્મરથ રાજા જંગલમાં આવી ચડયા હતા. તે તારા પુત્રને લઈ ગયા છે. તેને એકે પુત્ર નહિ હાવાથી પાતાના પુત્ર બનાવ્યા છે. હવે તું મારી સાથે રહે ને આનંદ કર. ’
મયરેહાને આ સાંભળી વિચાર થયા. મારા ક ભારે છે. એક પછી એક દુઃખ આવતાંજ જાય છે. પણ હશે તેને હું યુક્તિથી દૂર કરૂ ને મારૂં પવિત્ર શીયળ સાચવું.
આમ વિચારી તેણે વિદ્યાધરને કહ્યુંઃ મારે નંદીશ્વર દ્વીપનાં દર્શન કરવાં છે. ત્યાં મને લઈ જા. તેના દર્શન કરીને પછી હું જવાબ આપીશ એટલે વિદ્યાધર તેને નદીશ્વર દ્વીપમાં લઈ ગયા. ત્યાં દર્શન કર્યાં અને મુનિરાજને વાંઢવા ગયા. આ મુનિરાજ તે વિદ્યાધરના પિતા મણિચુડ મહારાજ. તેએ અગાધ જ્ઞાની હતા. તેમણે પેાતાના પુત્રની ખરાબ ઇચ્છા પારખીને બ્રહ્મચય ઉપર ઉપદેશ આપ્યા.તેમના સચાટ ઉપદેશથી વિદ્યાધરનું મન પવિત્ર થયુ, તેણે મયણરેહાની ક્ષમા માગી.
વિદ્યાધર ક્ષમા માગી રહ્યા. ત્યાં આકાશમાંથી એક વિમાન ઉતર્યું: તેમાંથી એક તેજસ્વી દેવ નીચે ઉતર્યો. તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com