________________
સતી મયણરેહા
૧૫૩
થતાં દેવ જેવા દીકરા અવતર્યાં, પુત્રનું માઢું જોઇને હરખ
પામી.
પછી તેને સરાવર આગળ લઇ ગઇ. તેના પાણીથી તેને ધાયા. પછી પોતાના પતિની વીંટી તેના હાથમાં પહેરાવી. પાતાનું વસ્ત્ર ફાડી તેના હીંચકા કર્યો. અને તેને નીચા ઝાડની ડાળીએ બાંધી તેમાં સુવાડયા. પછી સવરમાં ન્હાવા ગઈ.
તે સરેવરમાં ન્હાય છે કે આવ્યે હાથી. ભારે મસ્તાના. તેણે પેાતાની મસ્તીમાં મયણુરેહાને સૂંઢથી પકડી અને જોરથી હવામાં ઉછાળી.
અરે હાય ! હવે શું થાય?
ગભરાશે નહિ, પ્રિય વાંચક ? નશીખના જોરે એક વિદ્યાધર વડે તે ઝીલાઈ ને વિદ્યાધર તેને પેાતાના વિમાનમાં લઈ ચાલ્યેા. પેાતાની રાજધાની વૈતાઢય પર્વત પર હતી ત્યાં લાવ્યેા.
મયણરેડાને કળ વળી એટલે આંખ ઉધાડી. જીએ તે કાઈ અજાણ્યું ઠેકાણું. અજાણ્યા પુરૂષ. એટલે તે ખેલી: વીરા ! હું કાં આવી છું ? મારા પુત્ર કયાં છે ? મને મારા પુત્ર આગળ લઇ જા.
વિદ્યાધર તેના રૂપથી માહીત થયા હતા. તેણે કહ્યું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com