________________
સતી મયણરેહા
૧૫૫ મયણરેહાને પ્રણામ કર્યા. આ જોઈ વિદ્યાધર બેઃ ગુરુ મહારાજ હાજર છતાં તમે આ સીને કેમ નમે છે ? દેવા કાંઇ પણ જવાબ આપે તે પહેલાં મુનિએજ કહ્યું આ દેવે બરાબર કર્યું છે. પૂર્વભવમાં તે આ સ્ત્રીને પતિ હતા. આ શ્રીએ મરતી વખતે તેને ધર્મ પમાડયો હતો. તેથી તે ગુરૂ થઈ. હાલ તેને ગુરૂ તરીકે ઓળખીનેજ આ દેવે પહેલાં નમસ્કાર તેને કર્યા. પછી દેવે કહ્યું હું તમારું શું ભલું કરું? મયણરેહા કહે, ખરી રીતે કેઈ કેઈનું ભલું કરી શકે તેમ નથી. મારૂં ભલું તો મેક્ષથીજ થાય. તે મેક્ષ કોણ દઈ શકે તેમ છે! મારી પોતાની મહેનતથી જ તે મળે એમ છે. છતાં હે દેવી મને મારા પુત્રનું મોટું જોઈને દીક્ષા લેવાની ઈચ્છા છે. માટે મને મિથિલામાં લઈ જાઓ.”
દેવે તે પ્રમાણે કર્યું.
મિથિલા નગરી પ્રભુ મલ્લિનાથ અને નમિનાથના જન્મથી પવિત્ર બનેલી છે. તેઓ દીક્ષા અને કેવળજ્ઞાન પણ ત્યાં જ પામેલા છે. એટલે બને જિનમંદિરે ગયા. ત્યાં ભક્તિભાવે વંદન કર્યા. પછી સાધ્વીજીના ઉપાશ્રયે ગયા. તેમને વંદન કરી તેમને ઉપદેશ સાંભળવા બેઠા. એટલે મયણરેહાને પ્રબળ વૈરાગ્ય થયું. તરતજ દીક્ષા લેવાનું મન થયું. તેથી પુત્રનું મેટું જેવાને વિચાર કરી પડતું મૂક્યું અને દીક્ષા લીધી. તેમનું નામ પડ્યું સુત્રતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com