________________
૧૫૬
સતી મયણરેહા
પેલા મણિરથનું શું થયું ?
અરે હા ! મયણરેહાની વાતમાં તેને તે ભૂલી જ ગયા. મણિરથે ભાઇને મારતાં તે માર્યો પણ તેનું કાળજું થરથરી ઉઠયું. મયણરેહાની મીઠી નજરથી તે જીવતો છુટયો છતાં તેનું પાપ તેને કેમ મૂકે !
તે પિતાના મહેલમાં દાખલ થે. બાગના રસ્તેથી ચાલતાં તેને સાપ ડ. થોડીવારમાં તેનું ઝેર રગેરગે વ્યાપી ગયું ને તે મરણ પામે. કહેવાય છે કે તે ચોથી નરકે ગયે.
બીજા દિવસે નગરજનોએ મળી બંનેને સાથે અગ્રિ સંસ્કાર કર્યો. પછી ચંદ્રયશા કુમારને ગાદી આપી. ચંદ્રયશા કુમાર પ્રજાને સારી રીતે પાળવા લાગ્યો.
મયણરેહાનો પુત્ર મિથિલામાં રાજકુંવર થયે છે. ખુબ સુખ સાહ્યબીમાં ઉછરવા લાગે છે. એ કુંવર આવતાં રાજના શત્રુઓ નમવા લાગ્યા છે. એટલે તેનું નામ પાડયું નમિરાજ.
તે ખુબ વિદ્યા ભણે. બધી યુદ્ધકળા શીખે. એટલે પત્રરથ રાજાએ તેને ઘણી સ્ત્રીઓ પરણાવી અને રાજગાદી આપી. પોતે સાધુ થઈને ચાલી નીકળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com