________________
૧૫૨
સતી મયણરેહા
‘નમેા અરિહંતાણુ” ને યુગબાહુના પ્રાણ નીકળી ગયા. ધર્મ પ્રતાપે મરીને તે દેવ થયા.
પહેરેગીરા મડદાંની આસપાસ વીંટળાઇ ગયા છે. મણિરથ ક્ષમા મળવાથી નાસી છુટયા છે.
અદ્ઘિ મયણરેહા વિચારે છે: બન્યું આ રૂપ ! એણે ભાઈ પાસે પણ ભુંડું કામ કરાવ્યું. હજી પણ આ રૂપને માહીને મણિરથ નીચ કામ કરશે. વખતે મારા ચંદ્રયશને પણ ઠાર મારશે. માટે અહીથી પરદેશ ચાલ્યા જવું. ત્યાં જઇને મારા આત્માનું કલ્યાણ કરવું. આમ વિચારી તે ઉપવનની દિવાલ આગળ આવી. તે કુટ્ટીને બહાર પડી. અને પેાતાનાથી જવાય એટલા જોરથી જવા લાગી.
:3:
સવાર થતાં તે એક જંગલમાં આવી.ત્યાં ચાલતાં ખપેારે એક સરાવર આગળ આવી. ત્યાં હાથ, પગ, માટું ધાયાં ને ફળ ફુલ લાવી ભૂખ ભાંગી. પછી થાકી જવાથી એક ઝાડ નીચે સુતી, રાત્રિ પડી એટલે જંગલી જાનવરોના અવાજ થવા લાગ્યા. મયણુરેહા જાગીને જિનેશ્વરનું મરણ કરવા લાગી. ગમે તેવા ભયના વખતે નવકાર મંત્રનુંજ શરણ છે.
અધીરાત થઇ એટલે તેનું પેટ દુઃખવા લાગ્યું. સવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com