________________
૧૫૦
સતી મયણરેહા અને ભાઈને લેવા ચાલે. મયણહા પાસેના મંડપમાં બેસીને આતુરતાથી જોવા લાગી કે શું થાય છે.
મણિરથ આવ્યા એટલે યુગબાહુએ તેિજ કમાડ ઉધાયા. “મોટાભાઈ! અહિં પધારી માહરાપર કૃપા કરો' એમ કહી માથું નમાવ્યું. તે જ ક્ષણે મણિરથની તરવાર જારથી તેની ગરદન પર પડી. યુગબાહુ બેભાન થઈને ધરણી પર ઢળી ગયે.
આ અવાજ સાંભળી મયણરેહાએ કારમી ચીસ પાડી. તરતજ સુભટે દેડી આવ્યા. મણિરથ નાસવાને પ્રયત્ન કરવા લાગે પણ તે પકડાયે. સુભટએ તેની લેહી ટપકતી તરવાર પડાવી લીધી ને કોધથી બોલ્યાઃ અરે જુલ્મી રાજા! નાના ભાઈનું ખુન કરતાં તને શરમ ન આવી ? અમે અમારા સ્વામીના ખુનનો બદલો લઈશું. તને જીવતો નહિ જ જવા દઈએ. તેઓ મણિરથ પર વેર લેવા તત્પર થયા.
આ વખતે મયણરેહાએ કહ્યું ભાઈઓ! મારે ખુનને બદલે ખુન નથી જોઈતો. આ અણીને વખત છે. તે ધમાલમાં ખાવાનું નથી. તમારા સરદારનું મરણ સુધારવાને આ અવસર છે. માટે એને જ કરો. કર્યા કર્મ ઈને છોડતાં નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com