________________
સતી મયણરહા
૧૪૯ યુગબાહુને ખબર આપી મહારાજ એકલા પધાર્યા છે. અમને તરડી અંદર આવે છે.
યુગબાહુ કહે, કોણ? મોટા ભાઈ અત્યારે અહીં આવે છે? તેમને માટે એક એવો મનાઈ હુકમ હેય નહિ. જાઓ એમને અંદર આવવા ઘો. એમ કહી પહેરેગીરને વિદાય ર્યા. પિતે ભાઈના સામે જવાની તૈયારી કરી.
મયણરેહાને વહેમ પડયે, જરૂર આમાં કાંઇક દગો છે. નહિતર મણિરથ અત્યારે શા માટે આવે ! એટલે તેણે યુગબાહુને કહ્યું સ્વામી આપ એકલા જશે નહિ મારું મન વહેમાય છે.
યુગબાહુ કહે, મયણરેહા ! મોટા ભાઈ મારા શિરછત્ર છે. તે મને પુત્રની માફક ચાહે છે. તેમનાથી વહેમાવા જેવું છે શું?
મયણરેહાએ આજ સુધી છુપાવી રાખેલી વાત કહી. સ્વામી ! આપ ભોળા છો. આપ એમનું કપટ પારખી શકતા નથી. એમણે મને ચળાવવા નીચે પ્રયત્ન ક્ય છે.. કોણ જાણે અત્યારે એમના મનમાં શું હશે ?
યુગબાહુ આ સાંભળી શંકાયે. પણ મોટા ભાઈનું માન તેના હૈયામાં છલકાતું હતું. એટલે તે શંકા દૂર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com