________________
સતી મયણરેહા
૧૪૭
માંડવા નીચે હીંચકા ખાવા લાગી. એવામાં મણિરથ ત્યાં આ ને કહેવા લાગે છે સુંદરી ! તમે મને પુરુષ તરીકે રવીકારો. હું રાજયરિદ્ધિ તમારા ચરણે ધરીશ.
મયણરેહા મહાસતી હતી. તે મણિરથના આવા વચને સાંભળી અચંબે પામી. મનમાં વિચારવા લાગી મણિરથ મારા જેઠ થઈને આ બેલે છે શું? નક્કી તેમની મતિ મેલી થઈ છે. એટલે તેણે જવાબ આપે તમને પુરુષ તરીકે કોણ ન સ્વીકારે! તમે સ્ત્રી કે નપુંસક થોડા જ છો ! વળી યુવરાજ યુગબાહુની હું સ્ત્રી છું એટલે રાજયરિદ્ધિ મને મળેલી જ છે. સતિયા મરણ પસંદ કરે પણ સત ન છોડે. તેમને તે મેટી એટલી મા, ને નાની એટલી બહેન. હે મહારાજ ! હું તમારા નાનાભાઈની સ્ત્રી એટલે તમારી બહેન કહેવાઉં. માટે દુષ્ટ વિચાર છેડી દે.
મણિરથનું મન ચકડોળે ચડયું હતું એટલે આ અમૃતવાણી તેના હૈયે ન ઉતરી. તેણે તો ઉલટો ઉધે વિચાર કર્યો. આ યુગબાહુ જીવે છે ત્યાં સુધી મયણરેહા મને નહિ ચાહે. જે એને કાંટો કાઢું તો મારા મનોરથ ફળે. આમ વિચારી તે યુગબાહુને મારવાને લાગ શોધવા લાગે.
મયણરેહાએ આ વાત પિતાના પતિને ન કહી. તેને લાગ્યું કે આ વાતથી પતિ ગુરસે થશે અને ભાઈ ભાઈ વચ્ચે . યુદ્ધ જામશે. તેમાં સેંકડો નિર્દોષ પ્રાણીના જન જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com