________________
રાજષિ પ્રસન્નચંદ્ર
૧૪૫
મંત્રીએના કકડે કકડા કરવા લાગ્યા. જાણે લડાઇ કરતાં પેાતાના બધા હથિઆરા ખુટી ગયા હૈાય તેમ લાગ્યું તેથી તેમણે વિચાર કર્યોઃ લાવ્ય, મારા માથે ટાપ પહેર્યાં છે. તે ફૂંકીને પણ શત્રુના પ્રાણ લઉં. પછી તે વધારે ને વધારે ઉગ્ર થયા. આ વખતે હે રાજા ! તમે વંદન કર્યું હતું. પછી જેવા તેમણે માથે હાથ મૂકો ત્યાં મુંડેલું મરતક યાદ આવ્યું. હા ! મેં ના ઢીક્ષા લીધી છે. મારાથી આવા વિચારો કેમ થાય ! મારી ભૂલ થઈ ! હું ધ્યાન ચૂકયા ! મારે હવે પુત્રથી શું ! મારે હવે મત્રીએથી શું ? જગતના સધળા જીવ જોડે મિત્રતા હાવી ધટે ! દીક્ષા લેનારથી કાઇ તર વેર વિરાધ થાયજ કેમ ? આમ વિચાર કરતાં તે પવિત્ર થઈ રહ્યા હતા, તે વખતે હે રાજન્ ! તમે મને પ્રશ્ન કર્યા હતા. અને પછી તે પૂરા પવિત્ર મનવાળા થયા એટલે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. હે રાજન્ ! રાજષિ પ્રસન્નચંદ્રની વાત પરથી સમજ કે મનુષ્ય વિચારથીજ ચડે છે તે વિચારથીજ પડે છે. જેવા વિચાર કરીએ તેવા થવાય છે. માટે હંમેશાં પવિત્ર વિચાર ને પવિત્ર ભાવનાવાળા થવા પ્રયત્ન કરવા.
પ્રસન્નચંદ્ર અનેકના કલ્યાણ કરી નિર્વાણ પામ્યા, વલ્કલચીરિ પણ અનેકના કલ્યાણ કરી નિર્વાણ પામ્યા. શિવમસ્તુ સર્વ ગળતઃ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com