________________
૧૪૪
રાજર્ષિ પ્રસન્નચંદ્ર નરક] શ્રેણિકરાજા આશ્ચર્ય પામ્યા. ફરીથી પૂછયું અત્યારે મરે તો? પ્રભુ મહાવીર કહે, (સ્વાર્થસિદ્ધિ વિમાને જાય, ઘણી ઉંચી ગતિએ જાય. આવા જુદા જુદા જવાબ સાંભળી શ્રેણિકે ફરી પૂછયું: હે પ્રભો ! એમ કેમ ? એવામાં દુભિ વાગવા લાગી. જ્યનાદ થવા લાગ્યા.
શ્રેણિકે પૂછયું પ્રભો ! આ દુભી શેની વાગી ? તેમણે જવાબ આપેઃ રાજર્ષિ પ્રસન્નચંદ્રને કેવલજ્ઞાન થયું. રાજા શ્રેણિકને આ બધું સાંભળી નવાઈ લાગી અને આવા જુદાજુદા જવાબો કેમ મળ્યા તે સંબંધી ખુલાસે પૂછયે. પ્રભુ મહાવીર કહેવા લાગ્યા હે રાજન્ ! તું અહિં વંદન કરવા આવતો હતો ત્યારે તારા સિપાઈઓની વાતચીત એમના કાનમાં પડી. એથી તે ધ્યાન ચુક્યા.
તે વિચારવા લાગ્યાઃ અરે જેનાપર મેં વિશ્વાસ મૂક્ય તેજ આજે દુષ્ટ થયા. મારા દૂધ પીતા બાળકનું રાય લેવાને વિચાર કરતા તે દુષ્ટને શરમ સરખીએ ન આવી ? જે અત્યારે હું ત્યાં હેત તો એ પાપીઓની બરાબર ખબર લેત. આ પ્રમાણે તેમના મનમાં ક્રોધ વધારે ને વધારે થવા લાગ્યો. થોડા વખતમાં તો તેઓ પોતાનું ચારિત્ર ભૂલી ગયા. જાણે મંત્રીઓ પિતાની પાસે આવીને ખડા થયા હોય અને પોતે લડાઈમાં ઉતર્યા હોય તે ભાસ થયે. એટલે પોતે જાણે એક પછી એક હથિયારો વાપરવા માંડ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com