________________
===
રાજષિ પ્રસન્નચંદ્ર
(૧૪૧ તે બંને ભાઈ તૈયાર થયા. ભારે ઠાઠમાઠથી પિતાનું લશ્કર લઈને ચાલ્યા. કેટલાક વખતે તેઓ પિતાના આશ્રમે આવ્યા. જ્યાં આ આશ્રમ જે એટલે વલ્કલગીરી બોલી ઉઠે ભાઈ ! આ આશ્રમ જોઈ મને કઈ કઈ થાય છે. અહા ! આ સરોવરને વાવ! જ્યાં હું હંમેશાંન્હાહતે. અહા ! આ વૃક્ષો કે જેનાં મીઠાં ફળે હું ખાતે હતો. આ પ્યારા મુગલાં ! આ માતા જેવી ભેસે જેનું દૂધ પીઇને હું મટે છે. તે વખતનું જીવન ખરેખર ખુબ સુખી હતું. એવું સુખ હું કેટલુંક સંભારૂં ? આમ વાત કરતાં તે પિતાની પર્ણકટી આગળ આવ્યા ને પિતાના પગમાં પડી નમસ્કાર કર્યા. પિતાજી ! તમારા પુત્ર તમને નમસ્કાર કરે છે. આંધળા પિતા બોલ્યાઃ કોણ પ્રસન્નચંદ્ર ? કોણ વલ્કલગીરી? કેમ પુત્ર તમે કુશળ છો ? બંને બેલ્યાઃ આપની કૃપાથી અમે કુશળ છીએ. પછી તેમણે બંનેને છાતી સરસા ચાંપ્યાં ને તેમની આંખમાંથી પ્રેમનાં આંસુ પડયા. આ વખતે તેમના શરીરમાં પ્રેમની ગરમી એટલી વધી ગઈ કે તેમની આંખના પડલ તુટી ગયા ને તે દેખતા થયા. પછી વલ્કલચીરી પિતાની ઝુંપડીમાં ગયા ને પિતાનું કર્મડલ જોવા લાગ્યા. તેના પર કેટલાએ વરસની ઘુળ ચડેલી. તેને પોતાના ખેસથી દુર કરવા લાગ્યા. આ વખતે તેમને લાગ્યું કે પોતે આવું કાંઈક કરેલું છે. એને વિચાર કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com