________________
રાજષિ પ્રસન્નચંદ્ર
૧૩૯
ગુસ્સે થયા. તે બોલ્યા : મારા નગરમાં એવું કાણું છે જે મારા હુકમ તેાડીને વાજ્ર વગાડે છે ? જાવ તેને બેોલાવીને મારી આગળ હાજર કરો.
સિપાઇઓ ઉપડયા. વેશ્યાને પકડી લાવ્યાઃ વેશ્યાએ કહ્યું ! મહારાજ ! મને એક જોશીએ કહ્યું હતું કે એક ઋષિના વેષવાળા જીવાન તારે ત્યાં આવશે. તેને તું તારી પુત્રી પરણાવજે. હું કેટલાક દિવસથી તેની રાહ જોતી બેઠી હતી. એવામાં આજે તે આવ્યા. એટલે મારી પુત્રીના લગ્ન કર્યા. એના હરખમાં વાજા વગડાવ્યાં છે. મને ખબર નિહ કે આપના એવા હુકમ થયા છે. મારા ગુન્હા માક્ કરો. આ સાંભળી પ્રસન્નચંદ્રને લાગ્યું : મારા ભાઈ તા એ ન હેાય! ખાતરી કરવા તેમણે પેલી વેશ્યાને માકલી. તેઓએ આવીને જાહેર કર્યું ઃ એજ આપના ભાઈ છે. આ સાંભળી રાજાના હરખના પાર રહ્યા નહિ. પાતાના ભાઇભાભીને તેડવા હાથી મેાકલ્યા.
હાથીની અંબાડીએ બેસી વલ્કલચીરી તથા તેની વહુ રાજદરબારે આવ્યા.
રાજાએ ધીમે ધીમે તેને દુનિયાદારીનું જ્ઞાન આપ્યું. વચીરી સમજતા થયા. થાડા વખતમાં ખુબ ઢાંશિયાર બન્યા. પછી તેના ધણી રાજપુત્રી સાથે લગ્ન થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com