________________
૧૩૭
રાજષિ પ્રસન્નચંદ્ર જંગલમાં ઉછર્યો લાગે છે. તેથી દુનિયાની કોઈ ગમ નથી. મને જોશીએ કહ્યું હતું કે થોડા દિવસમાં એક જુવાન ત્યારે ત્યાં આવશે. તેને તારી પુત્રી પરણાવજે. એજ પુરુષ આ લાગે છે. આમ વિચારી તે બોલી ઃ પધારો શું કામ છે? એટલે વલકલચીરીએ પેલી પાટલી તેના હાથમાં મૂકી અને કહ્યું : તમારા આશ્રમમાં રહેવાને મને એક ઝુંપડી આપે. વેશ્યાએ કહ્યું આ આખો આશ્રમ આપને જ છે. આપ સુખેથી અહીં બિરાજે. વલ્કલચીરી ત્યાં બેઠે.
પછી વેશ્યાએ હજામને બોલાવ્યું. તેને નવા પ્રષિ આવેલા જાણી વહેકચીરીએ પ્રણામ કર્યા. બાપજી હું તમને પ્રણામ કરું છું. હજામ હસવા લાગે. આ વળી કણ વિચિત્ર પુતળું છે! પછી વેશ્યાએ કહ્યું ઃ આ મુનિની ફેડ હજામત બનાવે. હજામે પથરણું પાથર્યું ને મુનિને કહ્યું : સામા બેસો. મુનિ કહે, બાપજી ! શું ધ્યાન ધરવાનું છે? હજામ કહે, હા, તમારે ધ્યાન ધરવાનું છે. એટલે તે આંખ બંધ કરીને સામે બેઠા. હજામે કાતર ચલાવવા માંડી. એટલે એકદમ વલ્કલચીરી બૂમ પાડી ઉઠયાઃ અરે! મારી જટા ! મારી જટા ! કેમ કાપી નાખો છો ? બાપજી ! રહેવા દ્યો. મારી જટા કાપશે નહી. હજામ કહે, આ આશ્રમમાં આવડી મોટી જટા કઈ રાખતું નથી. જે અહીં રહેવું હોય તો તમારી જટા ઓછી કરવી પડશે. આશ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com