________________
૧૪૦
રાજર્ષિ પ્રસન્નચંદ્ર
અહીં સેમચંદ મુનિએ વચીરીને જ નહિ. એટલે તેને શેધવા નીકળ્યા. જંગલના ઝાડે ઝાડે તે ફરી વળ્યા. પહાડની બખોલ જોઈ વળ્યા પણ ક્યાંઈ વલ્કલગીરી દેખાયે નહિઆથી તેમને ખુબ દુ:ખ થયું. તેમને પુત્ર ઉપર ઘણેજ પ્રેમ. તેથી ચોધાર આંસુએ રડવા લાગ્યા. રડતાં રડતાં તે આંધળા થયા.
પ્રસન્નચંદ્ર રાજાએ પિતાને ભાઈ મળે એટલે તેના સમાચાર પિતાને પહોંચાડયા. તેમને આથી કાંઈક શાંતિ વળી પણ તેને વિજોગ ખુબ સાલવા લાગે. હવે બીજા તાપસે તેમની સેવા ચાકરી કરે છે ને તેમની દેખરેખ રાખે છે.
વકલચીરીને જંગલમાંથી શહેરમાં આવ્યા બાર વરસ વીતી ગયા છે. એક વખત એમને વિચાર આવ્યો ઓહો ! મારા પિતાએ મને ઉછેરીને માટે કર્યો ને મેં તો તેને કાંઈ બદલે વા નહિ. અત્યારે તેઓ ઘરડા છે. મારાથી આ કેમ ચુકાય !
પિતાને આ વિચાર તેમણે પ્રસન્નચંદ્રને કહેા. એટલે તેમણે કહ્યું પણ પિતાના દર્શન કરવાને ખુબ ઇંતેજાર છું. આપણે બંને સાથે જઈશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com