________________
૧૨૪.
મહાસતી અંજના
ને જીવન પૂરું કરીશું. વસંતમાલા ખરેખરી વફાદાર હતી. તે અંજનાને લઈ ચાલી.
ચાલતાં ચાલતાં તેઓ એક ઘેર જંગલમાં આવ્યા. ત્યાં એક ગુફામાં કઈ મુનિરાજ ધ્યાન ધરીને ઉભેલા જાયા. તેમને આ બંનેએ વંદન કર્યું. પછી પોતાની બધી હકીકત કહી. મુનિ કહે હવે તમારા દુઃખને અંત આવી ગયે છે. માટે તમે જિનેશ્વરનું સ્મરણ કરે ને ધર્મધ્યાનમાં વખત ગાળે. મુનિ ધ્યાનમાંથી ઉઠીને ચાલ્યા ગયા.
અંજના અને વસંતમાળા હવે ક્યાં જવું ને જ્યાં રહેવું તેને વિચાર કરવા લાગ્યા. બિહામણું જંગલથી ભયભીત થઈ ચારે તરફ તેઓ નજર નાંખે છે. પણ ઘોર જંગલમાં તે નજર કયાં પડે! તેઓ હજુ વિચાર કરે છે એવામાં એકાએક સિંહની ત્રાડ સાંભળી. ને તે પોતાના તરફ આવતા હોય એમ જણાયું. અંજના ને વસંતમાલાએ જીવવાની આશા છોડી છેવટનું જિનરાજનું નામ સંભારી લીધું. ઘડીમાં તે સિંહની ગર્જના તદ્દન નજીક સંભળાઈ ને બીજી પળે તે પિતાના ઉપર ધસશે એમ બંનેને લાગ્યું. પણ નસીબ બળવાન છે. સતીનું સત વારે ચડયું. સામે આવતાં જ તે શાંત થઈ ગયે. બીજી બાજુ ચાલ્યો ગયે.
તેઓ હવે તેજ ગુફામાં રહે છે. ને તીર્થકર દેવની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com