________________
મહાસતી અંજના
૧૨૭ પણ વ્યભિચારના દોષથી તેમને કાઢી મૂક્યા છે. તેની માતા કેતુમતી શેક કરવા લાગ્યા કે હા ! મેં અવિચારી કામ કર્યું. પણ પછી પસ્તાયે શું વળે ! પવનજીને ખુબ ખેદ થે. હવે અંજનાને ક્યાં શેઠું ? તેને પત્તે શી રીતે લાગે? તેઓ દુઃખી હૃદયે અંજનાની શેધમાં ચારે બાજુ ફરવા લાગ્યા. તેમણે નિશ્ચય કર્યો કે થોડા વખતમાં અંજના મળે તે જીવવું. નહિતર અગ્નિમાં પ્રવેશ કરીને જીવન પૂરું કરવું. પવનજીના માબાપ ખુબ શોક કરે છે ને ચારે બાજુ ઘોડેસ્વાર મોકલી તપાસ કરાવે છે. અંજનાના માબાપ હવે શેક કરે છે ને બધી દિશામાં પોતાના માણસે દોડાવે છે.
ચારે બાજુ આમ તપાસ કરતાં ખબર પડી કે અંજના હનપુરમાં તેને મોસાળ છે. એટલે પવનછ તરતજ હનુપુર ગયા. તેના માબાપ ને સાસુ સસરા પણ અંજનાને મળવા હનુપુર આવ્યા. અહીં સુરસેને બધાનું સ્વાગત કર્યું ને પવનજી, અંજના તથા પિતાના પુત્રને મળ્યા. એક બીજાના હૈયા અનેરો આનંદથી ઉભરાય છે. પવન જી હનુમાનને પિતાના ખોળામાં બેસાડી માથે હાથ ફેરવે છે. અંજના તથા વસંતમાળાએ બધી હકીકત પૂછી. પવનજીએ પણ પોતાની બધી હકીકત કહી.
થોડા દિવસ અહીં રહી પવન અંજના, હનુમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com