________________
૧૨૬
મહાસતી અંજના કહી. તરતજ સુરસેન બોલી ઉઠયે અરે અંજના! તું તે મારી ભાણેજ થાય. ચાલ બહેન ચાલ તું મારા નગરમાં રહે. બધા સારાં વાનાં થશે. એમ કહીને તે ત્રણેને લઈ ચાલ્ય.
હતુપુરમાં આ ત્રણેને ખુબ આદર સત્કાર કર્યો અને કુમારનું નામ હતુપુર ઉપરથી હનુમાન પાડયું. આ કુમારનું તેજ અલૈકિક છે. તેનો પ્રતાપ અપૂર્વ છે.
: ૮:
અહીં પવનછ યુદ્ધમાંથી પાછા ફર્યા. અંજનાને મળવાને મન તલપાપડ થયું છે. તેમને ખુબ ધામધુમથી નગરમાં પ્રવેશ થયે. માતાપિતાને તેમણે વંદન કર્યું. પછી ઉતાવળા ઉતાવળા અંજનાના મહેલ તરફ ચાલવા લાગ્યા ત્યારે માએ સમાચાર કહેવડાવ્યાઃ બેટા ! તારી એ પાપિણી વહુને અમે ઘરમાંથી કાઢી મૂકી છે. પછી બધી વાત કહી. આ સાંભળી પવનજી બોલી ઉઠયાઃ અરે! એ બિચારી સતી સ્ત્રી છે. એની હકીકત તદ્દન સાચી હતી. તે હવે કયાં ગઈ હશે ? તેનું શું થયું હશે ?
પવનજી તરત ચઢયા ઘેડે પલાણ કર્યું ને અંજનાના પિયર તરફ દોડયા. ત્યાં પહોંચીને તપાસ કરી તો ખબર પડી કે અંજના અને વસંતમાળા અહીં આવ્યા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com