________________
૧૨૮
મહાસતી અંજના તથા પિતાના માબાપ સાથે પિતાના ગામ આવ્યા. રાજા મહેન્દ્ર તથા મને વેગા પણ પિતાને ગામ ગયા.
હનુમાન કુમાર બધી જાતની વિદ્યાઓ શિખી પિતાનું અદ્દભુત જીવન કેવી રીતે ગાળ્યું તે કોઇ વખત એમની જુદી વાતમાં કરીશું.
પવનજી રાજયપાટ ભેગવે છે ને હનુમાનના પરાક્રમ સાંભળીને રાજી થાય છે.
કેટલાક વર્ષો અંજના તથા પવનજીએ સુખમાં પસાર કર્યા. એક વખત રાત્રિના પાછલા પહેરે અંજના પિતાના જીવનને વિચાર કરે છે. તેને લાગ્યું કે હવે સંયમ લઈને આત્માનું કલ્યાણ કરીએ. તેણે પોતાને વિચાર પવનજીને જણાવ્યું. પવનજી કહે ! હજી તો આપણે નાના છીએ. થોડા વરસો પછી સંયમ લઈએ. અંજના કહે, સ્વામીનાથ! કોણ જાણે છે આપણું આયુષ્ય કેટલું છે. એટલે ધર્મના કામમાં ઢીલ ન જ કરવી. પવનને અંજનાની સમજાવટથી વૈરાગ્ય થયે. બંને સ્ત્રી પુરૂષ દીક્ષા લેવા તૈયાર થયા.
હનુમાનને અંજના પર ઘણાજ પ્રેમ છે. તે માતાને રજા આપવા તૈયાર નથી. અંજનાએ તેને કહ્યું બેટા ! માતાપિતા ને બધે પરિવાર આ જીવનને જ સંબંધી છે. એના મહુમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com