________________
રાજર્ષિ પ્રસન્નચંદ્ર
૧૩૧
- રાણી કહે પણ સ્વામીનાથ ! આપણે કુંવર પ્રસન્નચંદ્ર હજી તે દુધપીત બાળ છે! એને રાજ્ય શી રીતે સોંપાય ? રાજા કહે, તું એને ઉછેરજે. હું તે હવે સંન્યાસ લઈશ.
રાણી કહે, નાથ! હું તો તમારી સાથે જ આવીશ. જ્યાં તમે ત્યાં હું. જેવું જીવન તમે ગાળશો તેવું જીવન હું ગાળીશ. આ સાંભળી રાજા તેને સમજાવવા લાગ્યાઃ પ્રિયા! તારે આવવાની જરૂર નથી. તું કુંવરને ઉછેરીને મેટે કરવળી તું ગર્ભવતી છે. પણ રાણું એમ માને ? એણે કહ્યું રાજમાં એની રખેવાળ કરનાર ઘણું છે. હું તે તમારી સાથેજ આવીશ.
આમ કહી રાજારાણીએ બાલક પ્રસન્નચંદ્રને ગાદી આપી ને પિતે વનમાં ગયા સાથે એક દાસીને પણ
લીધી.
- પ્રસન્નચંદ્ર મંત્રીની દેખરેખ નીચે મેટે થાય છે. બધી કળાઓ શીખે છે.
રાજા રાણીએ જંગલમાં જઈ એક પર્ણકુટી બાંધી. તેનું આંગણું લીંપીગુપીને સાફ કર્યું. ભાતભાતનાં ત્યાં ફુલઝાડ વાવ્યા. ભૂખ્યાતરસ્યા મુસાફરને ત્યાં ઠંડુ હીમ પાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com