________________
રાજર્ષિ પ્રસનચંદ્ર
૧૩૩ મમાં તે મોટા થાય છે. આ સાંભળી પ્રસન્નચંદ્રનું હૈયું પ્રેમથી ઉભરાઈ આવ્યું. મારો ભાઈ કેવો હશે તેને જોઉં એવું મન થયું. વળી વિચાર આવ્યેઃ પિતા ઘરડા થયા એટલે તે વનમાં રહે એ ઠીક પણ મારો નાનડે બંધવ શા માટે જંગલમાં ઉછરે ? હું અહીં રાજ્યની મોજમજાહ ભેગવું ને તે શું જંગલમાં ઉછરે ? એ તે કઈરીતે ઠીક નહિ. તેને હું તેડી લાવું. પણ જંગલમાં ઉછરેલ આ શહેરમાં શી રીતે આવશે ? આમ બહુ બહુ વિચાર કરી છેવટે તેમણે વેશ્યાઓને બેલાવી અને કહ્યું તમે વેશ બદલીને જાવ ને ગમે તેમ સમજાવીપટાવી મારા ભાઈને તેડી લાવે. વેશ્યાઓએ તે પ્રમાણે કર્યું? તાપસનો વેશ પહેરી તેઓ જંગલમાં ગઈ. સેમચંદ ઋષિએ આશ્રમને રસ્તે લીધે. રસ્તામાં વલ્કલચીરી ફળની છાબડી ભરી આવતો દેખાયે.
વકલચરી ખુબ ભળે છે. આશ્રમ, ઋષિઓને જંગલ સિવાય કોઈને ઓળખતા નથી. તે તેણે આ વેશધારી ઋષિઓને જોયા એટલે પ્રણામ કર્યા. અને પૂછયું હે કષિઓ? તમે કોણ છે ? તમારો આશ્રમ કયાં છે ? - તેઓ બેલ્યા કે અમે પિતન આશ્રમના મહષિઓ છીએ ને તમારી મહેમાનગતે આવેલ છીએ. કહે, અમારી શી મહેમાનગત કરશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com