________________
૧૩૨
રાજષિ પ્રસન્ન
મળે. તાપે ટળવળતા મૃગલાંઆને ત્યાં આશ્રય મળે. જંગલમાંથી તેઓ પાકાં ને મીઠાં ફળેા લાવે ને હેતથી આરોગે. ઝરણાના નિર્માંળાં નીર લાવે ને પ્રેમથી પીએ.
ધારિણી પતિની ખુબ ભક્તિ કરે છે ને પ્રભુ સ્મરણમાં દિવસા પસાર કરે છે. વનના મૃગલાં તેમનાથી ખીતા નથી. તેઓ અહીં આવે છે અને બધાની સાથે ગેલ કરે છે.
એવામાં ધારિણીને સુવાવડ આવી. તેને એક પુત્ર થયો. પણ સુવાવડમાં તેને રોગ લાગુ થયા. તે મરણ પામી. એટલે પેલી દાસી તેને ઉછેરવા લાગી. દૈવ જોગે તે દાસી પણ મરી ગઇ એટલે તે કામ સામચંદને માથે પડયું. તેમણે જંગલમાંથી ભેંસનું દૂધ લાવીને પાવા માંડયું. તેઓ બાળકને અધો વખત પેાતાની પાસે રાખવા લાગ્યા. તે વલ્કલ (ઝાડની છાલનાં કપડાં ) પહેરતા એટલે તેનું નામ પડયું વર્લ્ડલચીરી.
: 3:
પ્રસન્નચંદ્ર બધી કળા ભણીને ઉમ્મર લાયક થયા એટલે મંત્રીઓએ તેમને રાજ્ય સોંપ્યું. તે ન્યાયથી પ્રજાને પાળવા લાગ્યા. દુનિયાનાં દુઃખ કાપવા લાગ્યા.
એક વખત રાજ સભામાં બેઠા છે. ત્યાં કાઇએ આવીને ખબર કહ્યાઃ મહારાજ! આપને એક ભાઈ થયેલ છે. આશ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com