________________
મહાસતી અંજના
૧૫ મૂર્તિ બનાવી તેમની સેવામાં જ બધે વખત ગાળે છે. એમ કરતા અંજનાને નવ માસ પૂરા થયા. સુવાવડને વખત થયે.
રાતના પાછલા પહેરે અંજનાએ એક મહા તેજવી પુત્રને જન્મ આપે. વસંતમાળાએ જંગલમાંથી મળી શકતી વસ્તુઓ લાવીને તેની સુવાવડ કરી.
.
**
એક વખત પુનમની રાત છે. આકાશમાં ચાંદ પૂરેપૂરો ખીલ્યું છે. અંજનાને કુંવર તેને પકડવાને હાથથી પ્રયત્ન કરે છે. આવા વખતે અંજનાને પિતાના પતિ યાદ આવ્યા. તેણે મનને ઘણુંએ રોક્યું પણ તેનાથી રહેવાયું નહિ. તે મોટા સાદે વિલાપ કરવા લાગીઃ હા પુત્ર ! તું પણ કેવા
ગમાં જન્મે કે તારે જન્મમહેસૂવ કરી શકી નહિ. અને તારે આ જંગલમાં ઉછરવા વખત આ.વગેરે વગેરે.
બરાબર એજ સમયે હનુપુરને રાજા સુરસેન આ જંગલમાંથી પસાર થતો હતો. તે યાત્રા કરીને પાછા વળત. હતો. તે આ વિલાપ સાંભળી અટકી ગયો ને તપાસ કરતો કરતા અંજનાની ગુફા આગળ આવ્યું. તેણે બધી હકીકત પૂછી. અંજનાએ પહેલેથી છેલ્લે સુધી પોતાની બધી હકીકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com