________________
મહાસતી અંજના
૧૧૭
પગ વડે તરછોડીને ચાલ્યા. સતી અંજના બેભાન થઈ ઢળી પડી. વસંતમાળા દાંત કચકચાવવા લાગી અરે! આવા નિર્દય પતિ સાથે આ સતી સ્ત્રીને પાનાં પડયાં. હવે શું થાય! તે અંજનાને સાચવીને મહેલમાં લઈ ગઈ. અંજનાને હવે પશ્ચાતાપને પાર રહ્યો નહિ હા! સાસુસસરા વચ્ચે મને મારા સ્વામીએ હલકી પાડી. હવે મારે તેમની આગળ પણ શી રીતે જવું ?
તે હવે ઘરમાંજ બેસી રહે છે. અને જિનેશ્વરનું નામ જગ્યા કરે છે. પિતાને ઘણેખર વખત ધર્મધ્યાનમાં ગાળે છે.
પવન લકર લઈ સાંજ સુધી ચાલ્યા. સાંજના વખતે પડાવ નાંખે.
એક ચકલે ને ચકલી ઝાડ પર બેઠા છે. ચાંચમાં ચાંચ મિલાવી આનંદ હાલી રહ્યા છે. પણ રાત થઇ ને ચકલે ચાલે ગયે. ચકલી ટળવળવા લાગી. ડાળી સાથે ચાંચ અકાળે માથું અકાળે-કઈ કંઈ કરી નાખે.
અંધારૂ ધીમે ધીમે ફેલાતું જાય છે. તે વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com