________________
મહાસતી અંજના
૧૧૫ અંજના હવે બેલતી નથી. મનમાં સુનસુખાકાર રહે છે. કમળ કરમાય તેમ તેનું શરીર સુકાય છે. તે વખતે વખતે મનમાં લે છે.
દિન પલટયે પલટયા સજન, ભાંગી હૈયાની હામ; જેની કરતી ઉભરા, તે નવ લે મુજ નામ.
પવન હંમેશ ઘોડે ચડી કરવા જાય છે. અંજના ગેખે બેસીને એકી ટસે તેમને જુએ છે. મનમાં મેળાપ થયા એટલે હરખ પામે છે. પણ પવનને તો એથી ઉલટુંજ મનમાં વસ્યું. તેમણે અંજનાના ગોખ આડી ભીંત ચણાવી કે ગોખે બેસી તેમને જુવે નહિ. ક્રોધ ભરાયેલે માણસ શું નથી કરતો ? થોડા વખત પછી તે પિતાના પાંચસો ગામ લઈ જુદા રહ્યા. અંજનાને મહેંદ્રપુરીમાં જ રહેવા દીધી.
: ૪ :
અંજનાને સ્વામીને વિજોગ થયે બાર વરસ વીતી ગયા છે. હવે તે વખતે પવનછ યુદ્ધમાં જવા નીકળ્યા. આખું ગામ પવનજીને વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે. પવનજી માતાપિતાને નમ્યા. ભાઈ ભેજાઈને મળ્યા. સહુ સગાંવહાલાને મળ્યા. પણ અંજનાના સામું યે ન જોયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com