________________
મહાસતી અંજના
૧૧૩
વાછા વાગવાં લાગ્યાં. સુંદર મડા બંધાયા ને દેશદેશાવરથી રાજરાણા આવ્યા.
મહેદ્રરાજા પરિવાર સાથે પવનજીના સામૈયે ગયા. સાહેલીઓ અંજનાને વર જોવાને ટાળે મળી. સહુને પવનજી જોઇને હરખ થયા. પણ પવનજીને અજના પર અભાવ છે. તેમને તેા નામ સાંભળવું પણ ગમતું નથી.
રૂપાની ચોરી બધાઈ છે તેમાં સાનાના કળશ મૂકાયા છે. ત્યાં પવનજીના અજના જોડે રતમેળાપ થયા. પનજીને લાગ્યું કે તે અગારાને અડકે છે. અંજનાને લાગ્યું તે અમૃતને અડે છે. પવનજી પરણી ઉતર્યો એટલે સસરાએ પહેરામણી કરી. ઘણાં વસ્ત્ર આપ્યાં. ણુ ઝવેરાત આપ્યું. ઘણા હાથી ધાડાં આપ્યા. ધણા રથ ને પાળા આપ્યા. વસતમાળા વગેરે ધણી દાસીએ આપી. થોડા દીવસ અહીં આનંદ કરી પવનજી પાછા ફર્યા.
વરવહુ પ્રહ્લાદ રાજ્ય તથા કેતુમતી રાણીને પાયે પડયા. તેમણે તેમને આશીર્વાદ આપ્યા. ભાગવટા માટે પાંચસા ગામ આપ્યાં. અજના ને પવનજી પાતાના
મહેલમાં ગયા.
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com