________________
૧૧૬
મહાસતી અંજના
અંજના કહે, વસંતમાળા ! સ્વામી આજે રણમાં સીધાવે છે ને મને તે બોલાવતા એ નથી પણ હું શુકનની સામગ્રી લઈને દૂર ઉભી રહીશ. પતિને જોઈ સંતોષ પામીશ. માટે જા, દહીં લઈ આવ્ય. વસંતમાળા દહીં લઈ આવી. તે સોનાના ચેળામાં ભરી અંજના ચાલી. એક ભીંતને અઢેલીને ઉભી રહી.
પવનજી પોતાના મહેલમાંથી બહાર નીકળ્યા. તે વખતે દુરથી ભીંતને અઢેલીને ઉભેલી અંજનાને જોઈ એટલે તે પિતાના મિત્રને કહેવા લાગ્યા. અરે મિત્ર ! પેલી ભીંત ઉપર કેવું સુંદર ચિત્ર ચિતરેલું છે ? એક સ્ત્રી હાથમાં સેનાનું કહ્યું ભરીને ઉભેલી છે. તે કેવી સુંદર છે? મિત્ર કહે, અરે પવનજી ! ન હોય ચિત્ર, એતે તમારી અંજના છે! પવનજી કહે, એમ ! એ નિર્લજ આવી રીતે રાજમહેલના બારણે આવીને ઉભી છે?
પવન આગળ ચાલ્યા. એટલે અંજના કોળું લઈને સામી આવી. અને પવનજીના ચરણમાં પડી કહેવા લાગી. સ્વામી! તમે બધાની સંભાળ લીધી ને મને તે બોલાવતા એ નથી! પણ હું વિનંતિ કરું છું કે યુદ્ધમાંથી વહેલા આવજો ને તમારે મારગ સુખકારી થજે. પવનજીએ અંજનાના સામું પણ ન જોયું તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com