________________
મહાસતી અંજના
૧૨૦
પસાર કરી. વહાણે પાડા જતાં, આવ્યાની નિશાની બદલ પેાતાના નામવાળી એક વીંટી આપી.
અંજનાને હવે આનદ થયો. આજ રાતે તેને ગર્ભ રહ્યા. થાડા મહિનામાં અંજનાના શરીરનું રૂપ બદલાઈ ગયું. એટલે તેની સાસુ કેતુમતીએ કહ્યું: અરે પાપિણી ! આ શુ ? અને કુખને લજવે એવું આ શું કર્યું ? પતિ પરદેશ ગયા ને તે ગર્ભ શી રીતે ધારણ કર્યો? મૂંજના કહે, માતાજી ! આખરે તમારા પુત્રે મારી સંભાળ લીધી છે. તેઓ અહીં આવ્યા હતા. તેથી મારા મનની આશા ફળી છે. તેની નિશાની બદલ આ રહી તેમના નામની વીટી, એમ કહી વીંટી સાસુના હાથમાં મૂકી.
સાસુ કહે, આ કુલટા ! વ્યભીચારી સ્ત્રીઓ છેતરવાનું બહુ સારી રીતે જાણે છે ! એટલે વીંટી બતાવી અમને શા માટે છેતરે છે? વીંટી ક્યાંયથી ચારી લીધી હશે. અમને બરાબર ખબર છે કે તારા પતિ તને ખેાલાવ તા ચે ન્હાતા. માટે અમારા ધરમાંથી બહાર નીકળ.
અજના કહે, માતાજી ! મારા પતિ આવે ત્યાં સુધી મને અહીં રહેવા ઘા એટલે આપ બધી હકીકત જાણશે. સાસુ કહે, અરે વહુ ! સાનાની છરી ભેટ ખાસાય પણ પેટ ભરાય ? તને તે હવે ધડી કે અમારાથી ન રખાય. એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com