________________
=
==
=
મહામંત્રી ઉદાયન
૧૦૩ ઉદાયન મંત્રી ખંભાતને કારભાર ચલાવે. ન્યાયથી ને નેકથી રાજાને રાજી રાખે. પ્રજાને સુખી રાખે.
ખંભાતમાં મંત્રી ગણે તો ઉદાયન. સુબે ગણે તે ઉદાયન. રાજા ગણે તો ઉદાયન. જે ગણે તે ઉદાયન. સત્તા સઘળી એમના હાથમાં. અવળે માર્ગે વાપરે નહિ. ગેરવહિવટ કરે નહિ સાચે રસ્તે ચાલે. તપ કરે જપ કરે. દયા કરે ઘન કરે. ધર્મધ્યાન કરે.
ત્યાં આવ્યા એક મહાત્મા. ભવ્ય એમનું લલાટ ને ભવ્ય એમની આકૃતિ. મેહમાયા મળે નહિ. લાખ્ખો માણસ એમના ચરણમાં માથું નમાવે. બહુસ્પતિ જેવી બુદ્ધિને ભીમ જેવી દઢતા. અખંડ બ્રહ્મચારી ને સરસ્વતીને અવતાર. વિદ્વતા એવી કે પંડિતે પણ પાણી ભરે. સાચા સંત ને સાચા યેગી. એમનું પવિત્ર નામ કલિકાલના સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ. આખી દુનિયામાં એમની કીર્તિનો કે
વાગે.
ઉપાશ્રયમાં મહાત્મા ઉતર્યા છે. હજારો લોકો દર્શને આવે છે. મંત્રી ઉદાયન તે આઠ પહેર એમની સેવામાં હાજર. શી વાત તે મહાત્મા પધાર્યા!
હેમચંદ્રાચાર્ય પાસે ઉદાયન બેઠા. ધર્મચર્ચા ચાલે છે. એટલામાં એક યુવાન આ તેજસ્વી કપાળને યશસ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com