________________
૧૦૬
મહામંત્રી ઉદાયન
ચાહડ જાણતો હતો કે પિતા કદી જુઠું બેલશે નહિ. તેથી તેમને પૂછ્યું: પિતાજી ! કુમારપાળ અહિં છે? ઉદાયન કહે, કેમ, તારે એનું શું કામ છે? ચાહડ કહે, મહારાજા સિદ્ધરાજને હુકમ છે. તેને પકડીને તાબે કરવાનો છે. ઉદાયન કહે, હું તને એ સંબંધિ કાંઈ કહીશ નહિ. તને ફાવે ત્યાં શોધ કરી લે. ચાહડે ઘણુ શોધ કરી પણ કાંઈ પત્તે લાગે નહિ. લકરને લઈને પાછો ગયો.
પછી કુમારપાળ બહાર નીકળે તેણે કહ્યું પ્રભો! તમારી કૃપાથી હું જીવતો રહ્યો. આપને ઉપકાર ભારે છે. કેમ કરીને તે ચુક્યું ?
હેમચંદ્રાચાર્યે કહ્યું. કુમારપાળ ! તું જીવતો રહે એજ અમારે મન ઘણું છે.
થોડો વખત વીત્ય ને સિદ્ધરાજ મરણ પામે. મરતાં મરતાં ચાહડને ગાદી આપવાની ઈચ્છા કરી. ઉદાયનને આ બાબતની ખબર પડી એટલે તેમણે વિરોધ કર્યો. કુમારપાળને ગાદી અપાવવા કમર કસી. ધન્ય છે ઉદાયન મહેતા! તમારા ન્યાયીપણાને, તમારા ધર્મપ્રેમને.
- ઉદાયનના તથા પિતાના બનેવીના પ્રયાસથી કુમારપાળને ગાદી મળી.
કુમારપાળે માટે દરબાર ભર્યો છે. રત્નજડીતસિંહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com