________________
મહામંત્રી ઉદાયન
૧૦૯ વિચાર આવે. ધર્મ માટે શું કરું ? ઘા છે જીવલેણ. ઉપાય કાંઈ ચાલતો નથી.
ઉદાયન કહે, પુ! મારી પાસે આવ. મારું કહેવું સાંભળે. મારા મનની ત્રણ ઇચ્છાઓ હજી પૂરી પડી નથી. તમે પ્રતિજ્ઞા લે કે મારી ઈચ્છા પૂરી કરશો.
પુત્રે કહે, પિતાજી! મનમાં હોય તે કહી દે. તમારી ઈચ્છાઓ પુરી કરીશું. અમારી પ્રતિજ્ઞા છે.
ઉદાયન કહે, હાશ, હવે મને ટાઢક વળી. ધ્યાન દઈને સાંભળો. શત્રુંજય પર્વત ઉપર આદિનાથનું દહેરૂં છે. પથ્થરથી તે બંધાવજે. રેવાતટે સારૂ છે. ત્યાં સમળી વિહાર છે. તેને તમે સમરાવજો. ગિરનારે ચઢવાને માટે રૂડી પગથી બંધાવજે.
આમ કહીને દેહ છોડે. ઉદાયન મંત્રી સ્વર્ગે ગયા. ધન્ય એમના ધર્મપ્રેમને.
એક વખતને ઉદાયન–ગરીબ ઘરને ઉદાયને જેને કોઈ પૂછે નહિ જેને કોઈ ગાઈ નહિ તે ગુજરાતને મહામંત્રી થશે. જૈન સમાજને તંભ થયે. અખંડ મહેનત ને સાચી દાનતથી શું નથી થતું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com