________________
મહામત્રા ઉદાયન
સને બેઠા છે. બીજા આસને પણ ભરાઈ ગયા છે. સરદાર ને સામતોથી, શેઠ અને શાહકારથી. પંડિત ને વિદ્વાનથી. સભા વચ્ચે જાહેર કર્યું હેમચંદ્રાચાર્ય મારા ગુદેવ. ઉદાયન મારો વડે પ્રધાન. રાજયના બે સ્તભ છે. સીએ તેમને માનવા. સૌએ તેમને પ્રમાણવા.
ઉદાયન થયા મહામંત્રી. પ્રજાના તે માનીતા. રાજાને સાચી સલાહ આપે છે. સાચો ન્યાય તોળે છે. જૈન ધર્મને પ્રસારવા બને તેટલું કરે છે, છતાં કોઈના ધર્મને અડચણન આવે એવી રીતે વર્તે છે.
સૈરાષ્ટ્ર નામે દેશ છે. કાઠીયાવાડની દક્ષિણે. ત્યારે રાજા સસર. કુમારપાળને દુશમન ગણે બેને ચાલી લઢાઈ.
ઉદાયનને નીમ્યો સેનાપતિ. એટલે તે દરિયા જેવડું લકર લઈને ચાલ્યા. હજારે માણસે. કોઈ પગપાળા, કોઈ ઘોડા ઉપર કોઈ તલવારબાજીમાં શૂરા, કઈ ભાલા વાપરે શૂરા. કઈ એવા તીરંદાજ કે ઉડતાં પક્ષી તોડી પાડે.
વઢવાણ સુધી આવી પહોંચ્યા. ઉદાયન કહે, નિશાન ડંકા વાગે છે. સેના બધી ચાલે છે. ઘુળના ગોટા ઉડે છે. તમે બધા ચાલવા માંડે. હું જાઉં પાલીતાણે પ્રભુ દર્શન કરતક ને ઝટ આવી પહોંચું છું.
ઉદાયન આવ્યા પાલીતાણે. પાલીતાણું તે શત્રુ. ઉચે ઉો હાડ છે. ઉપર સુંદર દેહરા છે. તીર્થ ઘણું મોટું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com