________________
મહામંત્રી ઈલાયન
૧૦૫
મહારાજ ! ભવિષ્યમાં તમે રાજા થશે. અમારી સેવા તે અધુરી. ભૂલચૂક માફ કરશે.
કુમારપાળ કહે, મંત્રીશ્વર ! તમે મને આશ્રય આપે છે. તમે મારા ઉપકારી છે. આ વખતે કોણ મદદ કરે? અત્યારે તે હું નાઈલાજ છું. પણ રાજ્ય મળશે તે તમારે ઉપકાર નહિં ભૂલું.
ઉદાયન મંત્રીને ત્રણ પુત્ર. વાહડ, (વાડ્મટ) આમડ (આમ્રભટ)ને ચાહડ. ત્રણે ભારે દ્ધા. તેમાં ચાહડને સિદ્ધરાજ ખુબ ચાહે.
ઘણા દિવસ વહી ગયા. કુમારપાળ ગુપ્ત પણ રહે છે. સિદ્ધરાજને ખબર પડી કે કુમારપાળને ઉદાયને સંતાડ છે.
ચાહડ સાથે કહ્યું મોટું લશ્કર. કુમારપાળને પકડવા.
ખંભાતમાં ખબર પડી કે લકર આવે છે. એટલે કુમારપાળ પુસ્તકના ભંડારમાં સંતાયા.
લશ્કર તો આવી પહોંચ્યું. ચાહડે પિતાને ત્યાં તપાસ કરી પણ પ ન લાગે. ખુણે ખાંચરે શોધ કરી. નીચે ઉપર શોધ કરી. યરામાં શેધ કરી. પણ ત્યાં તે પુસ્તકના ઢગલા. ડાં ઘણું ફેંદીને સિપાઈઓ પાછા ફર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com