________________
૧૦૪
મહામંત્રી ઉદાયન ચહેરે. રાજકુમાર જેવો લાગે છે. મેં ઉપર ચિન્તાની છાયા દેખાય છે. આવીને મહાત્માને વંદન કર્યા. ચરણ આગળ બેસી ગયે.
મહાત્માએ તેને નિહાળે. નખથી તે શીખ સુધી. પછી મન સાથે બોલ્યા યુવાન છે અલોકિક. મુખમુદ્રા એવી છે કે રાજ્યને સ્વામી થાય. પ્રગટપણે બેલ્યાઃ કુમારપાળ આવે. આનંદમાં તો છેને?
યુવાન કહે, પ્રત્યે ! આપની કૃપાથી આનંદ જ છે. - મહાત્મા કહે, આજે અચાનક ક્યાંથી આવી ચઢયા ?
યુવાન કહે, દેવ ! સિદ્ધરાજ મારી પુઠે પડે છે. મને મારી નાખવાનો લાગ શોધે છે. જીવ બચાવવા આપને આશ્રયે આવ્યો છું.
મહાત્મા ઉદાયન તરફ ફર્યા અને કહ્યું ઉદાયન ! આ કુમારપાળ છે. થોડા વખતમાં તમારે રાજા થશે. એમની ચોગ્ય આગતાસ્વાગતા કરજે. ઉદાયન કહે, જેવી આજ્ઞા પ્રભુની.
ઉદાયન કુમારપાળને પિતાને ઘેર તેડી લાગે. અત્યંત માન આપ્યું. કાળજીપૂર્વક સેવા કરવા લાગ્યો. તેણે કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com