________________
૭૬
મહારાજા શ્રેણિક અમારા પુત્રને સાજો કરે. વૈદ્ય કહે, હું તો પરમાર્થે દવા કરું છું. કેઈને પૈસા લેતો નથી. તેણે મારી તબીયત જોઇને કહ્યું: આનું દર્દ થેડી વારમાં મટી જાય. પણ ઉપાય કરે છે. મારા માબાપ કહે, એ શું ઉપાય છે ? વૈધ કહે, આને જીવ બચાવતાં બીજા એકને જીવ જાય તેમ છે. બધા વિચારમાં પડયા. થોડી વારે કહ્યું તેને સાજે તો કરે. પછી બધુ બની રહેશે. વૈદ્ય કહે, એમ નહિ. છેલ્લું વચન પાળવું પડશે. બધા કહે, હા, અમે તૈયાર છીએ. પછી વૈધે મારા ઓરડાના બારણા બંધ કર્યા ને મારા શરીર પર એક વસ્ત્ર ઓઢાડયું. થોડા વખતમાં મારા શરીરે પરસેવો વળી ગયે ને આરામ થઈ ગયે. પછી વૈધ તે કપડું લઈને બહાર આવ્યા. એક પ્યાલામાં તેને નીચવીને કહ્યું કે આ પાણી પીશે તેનું મરણ થશે. જે ગુણસાગરને ચાહતા હોય તે આવે ને આ પાણું પીએ. પણ કોઈ આવ્યું નહિ. જુદા જુદા બહાનાં કાઢી સહુ પલાયન કરી ગયા. પેલા વૈધે મને કહ્યું: જોયા તારા ખરા રહી અને મને મારે નિશ્ચય યાદ આવ્યું. મેં મારા માતાપિતાને કહ્યું મને દુ:ખમાંથી કઈ બચાવી શક્યું નહિ. ખરેખર ! હું અનાથ છું. મારો સાચો નાથ મેળવવા સાધુપણ અંગીકાર કરવું છે. તેમણે મને ખુબ સમજાવ્યું. પણ મારો નિશ્ચય દઢ હતું એટલે હું ચાલી નિક. હે રાજન ! કહે હવે તું અનાથ કે સનાથ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com